Vishesh News »

ઉદવાડા રેટલાવની શાંતાબા સ્કુલમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૦ , પારડી તાલુકાના ઉદવાડા રેંટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બધા જ બાળકો રામાયણ તથા ભગવાન શ્રી રામના જીવનના પાત્રોનો વેશ પહેરી, પ્રભુ શ્રી રામના ગુણો જીવનમાં સમાવેશ કરવાની શીખ બાળકોને કૃતિઓ તથા નૃત્યો દ્વારા સમજાવવામાં આવી હતી. આ યુગના બાળકોને આવા મહોત્સવની ઉજવણી દ્રારા જીવનના મૂલ્યો અને સંસ્કારનું સિચન થાય ઍ દ્રષ્ટિ થી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોઍ હનુમાન ચાલીસાનો જાપ કરી ઉત્સાહભેર થઈ આ મહોત્સવમાં જય શ્રી રામનો નાદ ગુંજાવ્યો, બાળકોના વાલીઓ પણ આ મહોત્સવમાં સહભાગી થયા હતા. આ મહોત્સવ નિમિતે શાળાના ટ્રસ્ટી, આચાર્ય શાળાનો સ્ટાફ તથા બાળકોના વાલીઓઍ બાળકોનો ઉમંગ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. પારડી તાલુકાના પરિયા ખાતે આવેલ ગાંધી વિદ્યાલયા ઇંગલિશ મીડીયમ સ્કુલમાં શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં સમૂહ આરતી, હનુમાન ચાલીસા પાઠ, ભજન તથા અયોધ્યા લાઇવ ટેલિકાસ્ટ જેવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીઍ રામ, લક્ષ્મણ સીતા, અને હનુમાનજીનાં સ્વરૂપની પૂજા કરી હતી.