Vishesh News »

પારડી વલ્લભ આશ્રમ સ્કુલના વિદ્યાર્થીની રાજયકક્ષાની ક્રિકેટ ટુર્ના.માં પસંદગી થઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૩૦ ઃ પારડી તાલુકાના ડુંગરી ગામનું ગૌરવ વધારતો ક્રિષ્ના પરમાર ગુજરાત રાજ્ય સ્તરની અંડર ૧૪ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ટીમમા ઓલરાઉન્ડર તરીકે પસંદગી કરવામાં આવી છે. કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવાના પડે ઍમના પિતા વિકાસ પરમાર સારા ઍવા ક્રિકેટર છે. ચાલી ક્રિષ્ના પરમાર બચપનથી જ ભણવાની સાથે સાથે ક્રિકેટમાં પણ ઍટલો જ રસ ધરાવતો હોય નાનપણથી જ ક્રિકેટ રમવાનું ડુંગરીમાં ટીમ સાથે શરૂ કર્યું હતું. પારડીની શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલમાં અભ્યાસ કરતા ક્રિષ્ના ઍ ઓલ ઇન્ડિયા ત્ભ્લ્ઘ્ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલ રાઉન્ડર દેખાવ કરી ડિસ્ટ્રીક લેવલ સુધી પહોંચ્યો હતો. જ્યાંથી ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા અંડર ૧૪ ની ટીમની પસંદગી માટે ઓલ રાઉન્ડર ઍવા ક્રિષ્ના પરમાર પર નજર પડતા ઍની ગુજરાત રાજ્ય અંડર ૧૪ ક્રિકેટ ટીમમાં પસંદગી થવા પામી છે. ડુંગરી ગામ ખાતે રહેતા ક્રિષ્ના પરમારની ગુજરાત ક્રિકેટ ઍસોશિઅશન અંડર ૧૪ ટીમમાં પસંદગી પામતા સમગ્ર ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાત રાજ્ય અંડર ૧૪ ક્રિકેટ ટીમમાં પસંદગી પામી ક્રિષ્ના પરમારે માતા-પિતા પરિવાર તથા અભ્યાસ કરતા વલ્લભ આશ્રમ સ્કૂલનું નામ રોશન કર્યું છે. ક્રિષ્ના પરમારની ગુજરાત રાજ્ય અંડર ૧૪ ક્રિકેટ ટીમમાં પસંદગી થતા વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિઍશનના કોચ સીલકટરો તેમજ સેકેટરી જનક દેસાઇ ઍ ખાસ શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે વલ્લભ આશ્રમ સ્કુલના ચેરમેન સ્વામી હરિપ્રસાદદાસજી ટ્રસ્ટી દિનેશભાઈ સાકરીયા કુશભાઈ સાકરીયા અને શિક્ષકો ઍ શુભેચ્છાઓ આપી હતી. અંડર -૧૪ માં પસંદગી થતા પરીવાર મિત્રો વળતુળમાથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના અંડર ૧૪ ટીમમાં પસંદગી થતા કિકેટ રસિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.