Vishesh News »

વાપી સાતરકર મિત્ર મંડળ દ્વારા હલ્દી-કંકુ કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૦ , સાતરકર મિત્ર મંડળ દ્વારા વાપી કન્નડ હોલ ખાતે મહિલાઓઍ ખૂબ ઉત્સાહ ભર્યા વાતાવરણ માં હલ્દી - કંકુ ધાર્મિક કાર્યકમ યોજાઇ ગયો. કાર્યકમમાં મુખ્ય મહેમાન વાપી નગરપાલિકાનાં પ્રમુખ કાશ્મીરા બેન શાહ અને મુખ્ય અતિથિ ભાજપ મહિલા મોરચાનાં વલસાડ જિલ્લાનાં મહામંત્રી ગીતાબેન પટેલ ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. બંને મહિલા અગ્રણીઓ ઍ પ્રેરક ઉદબોધન કર્યુ. બંને મહિલા અગ્રણીઓનું સંસ્થા દ્વારા બુકે અને મોમેન્ટો થી સ્વાગત કર્યુ હતું. સંસ્થાનાં મહિલા અગ્રણીઓ સુનિત્રાદેવી ઘોરપડે, સંધ્યાબેન દેવગુડે, અનુપમા બેન નિકમ, કલ્પના બેન કદમ, શીલા બેન પાટીલ, સંગીતાબેન નલાવડે, સુનંદા બેન મોરે વિગેરે ઍ વિશેષ પરીશ્રમ થી કાર્યકમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. મંડળનાં અધ્યક્ષ ઉદયસિંહ ઘોરપડે જીને ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરેલ, મંડળનાં ઉપાધ્યક્ષ મારુતિ મોરે, સ્વાહકાર કેપ્ટન મોરે સાહેબ, ચંદ્રકાંત દેવગૂડે, કિરણ નિકમ, સલીમ પઠાણ, શેડગે, અમર ભોસલે, કદમ, મારુતિ પાટીલ, કૈલાસ. પીસાલ વિગેરે ઉપસ્થિત રહ્ના હતાં.