Vishesh News »

આહવામાં મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) આહવા, તા. ૩૦ , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં સામેલ થતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલે, આહવાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં ૧૧૭૦ વિદ્યાર્થીઓ, ૪૦ શિક્ષકો, અને ૧૫ જેટલા વાલીઓ પણ જોડાયા હતા. જિલ્લાની ૨૯૨ જેટલી પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગ્રામીણ બાળકોઍ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધી ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરીક્ષા પે ચર્ચાના આ જીવંત પ્રસારણને નિહાળવા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, શિક્ષણ સમિતિના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી. ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી જિગ્નેશ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઇ ઠાકરે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.