Vishesh News »

દિવ્યેશ ઍસ. સોલંકીઍ વિદ્યાર્થી ઇ-પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો બીલીમોરા ઍમસીઝેડ હાઈ.ના વિદ્યાર્થીનું રાજયપાલના હસ્તે સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૩૦ , રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત યુવા મતદાર ઉત્સવ ૨૦૨૩ ની રાજ્યકક્ષા ઍ ઉજવણી કરાઈ હતી. જેમાં ઈ- પોસ્ટર્સની સ્પર્ધામાં બીલીમોરા ઍલઍમપી, ઍમસીઝેડ શાળાનાં વિદ્યાર્થી દિવ્યેશ ઍસ. સોલંકીઍ ભાગ લીધો હતો. જેમણે દિવ્યાંગ પ્રવિકલાંગ, વૃદ્ધ અને સગર્ભા મહિલા નું સયુંકત ચિત્ર દોરી, જો આ લોકો મતદાન કરી શકે તો તમે કેમ નહીં ? તમારા અવાજ ને સાંભળો અને મતદાન કરવા જાઓ ચિત્ર રાજ્યકક્ષા ઍ પ્રથમ ક્રમ પ્રા કર્યો હતો. જેને પગલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં હસ્તે સર્ટીફીકેટ અને રૂ.૨૫હજારનું ઇનામ૬ પ્રા કરતા બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સહિત જિલ્લાભરમાં આનંદ વ્યાપી ગયો હતો. આ ઈ- પોસ્ટર રાજ્ય કક્ષા ઍ પહોંચ્યું હતું. જ્યાં રાજ્ય ચૂંટણી કમિ‘ર કચેરી દ્રારા દિવ્યેશ ઍસ. સોલંકીનાં ઇ- પોસ્ટરને રાજ્ય કક્ષાઍ પ્રથમ ક્રમે આપ્યો હતો. ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી, રાજ્યનાં ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ, તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત લો.યુનિવર્સિટી સ્થિત કાર્યક્રમમાં દિવ્યેશ સોલંકીને સર્ટિફિકેટ અને રૂ.૨૫ હજારનો ચેક ઍનાયત કરાયો હતો. જેને પગલે બીલીમોરા વિભાગ કેળવણી મંડળનાં ભુપેન્દ્ર અમીન, ભરત અમીન, દયાસ્વરૂપ પટેલ, બી ઍચ પટેલ, મગનભાઈ પટેલ, જસ્મીન દેસાઈ, નરેશ નેમાણી, ઉદય પટેલ સહિત અગ્રણીઓ ઍ શુભેચ્છાઓ પાઠવી હતી.