Vishesh News »

વલસાડ ઍલસીબીનો કોન્સ્ટેબલ ભરૂચ ઍસીબીની ટ્રેપમાંથી છટકયો, લાંચના રૂ. ૩ લાખ કારમાં જ છોડી ભાગ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૯ ઃ પારડીતાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ ડ્રાઇવર બ્રિજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આજરોજ ઍસીબી ભરૂચની ટીમે વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના ઍક કોન્સ્ટેબલે દારૂ અંગેનો કેસના કરવા માટે રૂ. ૩ લાખની લાંચ માંગી હોય ત્યાં રેડ કરતા ઍસીબીને જોઈ કોન્સ્ટેબલ રૂ. ૩ લાખ લાંચની રકમ પોતાની કારમાં છોડી કાર મૂકી નાસી ગયો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી ઍની સામે ગુનો દાખલ કર્યો છે અને આ બાબતથી વધુ તપાસા ધરી છે. વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અને બગવાડા પાસે શુભમ ગ્રીન સિટીમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ માયાભાઈ કુવાડીયા ઍ ઉદવાડા ઓવરબ્રીજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આવેલ ગેરેજ નજીક સર્વિસ રોડ પર ફરીયાદી અગાઉ ઈગ્લીશ દારૂનો ધંધો કરતા હોય અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં આ કામના આરોપીઍ વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી જે રકઝકના અંતે રૂ. ૩,૦૦,૦૦૦ આપવાના નક્કી કરેલ જે લાંચની રકમ રૂ. ૩,૦૦,૦૦૦ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીઍ ઍ.સી.બી. પો.સ્ટે. ભરૂચ ખાતે આવી ફરીયાદ આપતા જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આરોપીઍ ફરીયાદી પાસે આજરોજ રૂ. ૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી લાંચની રકમ આરોપીઍ સ્વીકારી પોતાની ગાડીમાં મુકાવી ઍ.સી.બી.ની રેઈડ જોઈ ગાડી મુકી નાસી જઈ ગુનો કર્યો હોય જે બાબતે ઍસીબી ભર્યું છે ઍમની સામે ગુનો દાખલ કર્યો હતો અને ઍમની કાર નંબર જેજે-૨૧-ઍઍ-૯૨૧૫ નો કબજો લીધો હતો. કારમાં તપાસ કરતાં વિહસ્કીની ઍક બોટલ કિંમત રૂ. ૮૦૦ તથા કારની કિંમત રૂ. ૨,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને પારડી પોલીસ મથકમાં દારૂ અંગેનો ગુનો પણ નોîધ્યો હતો. જયારે લાંચની રકમનો કબજો લઈ આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી બાદમાં પારડી પોલીસ મથકમાં કાર રાખીને તપાસ કરી હતી અને આ બાબતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઍસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, ઍ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા ઍ.સી.બી. સ્ટાફ ભરૂચ અનેસુપરવિઝન અધિકારી પી.ઍચ.ભેંસાણીયા, મદદનીશ નિયામક, ઍ.સી.બી વડોદરા ઍકમ,વડોદરાની ટીમે છટકો ગોઠવ્યો હતો. પરંતુ ઍસસીબી નો કોન્સ્ટેબલ ઍમને જોઈ નાસી જવામાં સફળ થયો હતો આ કોન્સ્ટેબલની શોધ ચાલી રહી છે બાબતમાં વધુ ઍક સફળતા ઍસીબીને મળી છે.