Vishesh News »

ધરમપુરમાં આદિમ જુથ આવાસ યોજનાના અમલમાં તંત્ર બેપરવા?

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૯ ઃ ધરમપુર તાલુકામાં ફાળવવામાં આવેલ આદિમ જુથ આવાસ યોજનામાં જરૂરીયાત મંદ પરિવારો આવાસથી વંચિત રહ્ના હોવાના ઊલ્લેખ સાથે પ્રાંત કચેરીઍ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, આદિમ જુથની કરોડોની ગ્રાન્ટની માત્ર કાગળ પર હોવાની આશંકા વ્યક્ત કરી, ધરમપુર તાલુકામાં થોડાં દિવસો અગાઉ જ આદિમજુથ પરિવારોને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આદિમજૂથ આવાસમાં અતિ જરૂરીયાતમંદ હોય ઍવા પરિવારો આવાસથી વંચિત રહી ગયા છે. તાલુકા પંચાયત કચેરીઍથી ફાળવણીનું અપાયેલ લીસ્ટ, પ્રાયોજના વહીવટદાર કચેરીઍથી આવ્યું હોવાનું જણાવાયું હતું. તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ લાભાર્થી લીસ્ટનું કરાયેલ સર્વે બાબતે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્ના છે, સરકારની ટી.ઍસ.પી યોજના હેઠળ આદિવાસી સમાજના આદિમજુથ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવણી થતી હોય છે. પરંતુ તે લોકો સુધી માત્ર કાગળ પર પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેથી ટી.ઍસ પી યોજના કે અન્ય ગ્રાન્ટમાંથી આદિમ જૂથના જરૂરીયાત હોય ઍવા પરીવારને સર્વે કરાવી આવાસ ફાળવણી કરવામાં આવે, જરૂરીયાત મંદ પરીવારને વહેલી તકે આવાસ ન ફાળવવામાં આવશે. તો આગામી દિવસોમાં આદિમજુથના લોકો સાથે તાલુકા પંચાયત કચેરી ઍ ધારણા પર બેસવાની ચિમકીના ઊલ્લેખ સાથે તૈયાર કરેલ આવેદન પત્ર તા. પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને આદિવાસી ઍકતા સમિતિ કમલેશ પટેલની આગેવાનીમાં રેલી આકારે પ્રાંત કચેરીઍ પહોચી સુપ્રત કર્યુ હતું.