Vishesh News »

બુધવારે વાપી પાલિકાની સામાન્યસભા ચલા-ડુંગરાના તળાવ લોક ભાગીદારીથી ચલાવવા વિચારણા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ વાપી નગરપાલિકાની અગામી તા. ૩૧-૧-૨૦૨૪ને બુધવારના રોજ સામાન્યસભા મળશે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪નું સુધારેલું બજેટ મંજૂર કરવા તેમજ પાલિકાના લખમદેવ ચલા અને ડુંગરા તળાવને પીપીપી મોડલ ઉપર આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે દરેક વોર્ડના વિકાસના કામો અંગે પણ મંજૂરી અપાશે. પ્રા વિગત મુજબ વાપી નગરપાલિકાની અગામી સામાન્યસભા તા. ૩૧-૧-૨૦૨૪ને બુધવારના રોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ કાશ્મીરાબેન શાહના અધ્યક્ષપણે મળશે. જેમાં અગામી સુધારેલું બજેટને મંજૂરી આપવા તેમજ અગાઉની સામાન્યસભા ત્રિમાસિક હિસાબો સાથે વિવિધ બોર્ડમાંથી આવેલ વિકાસના કામો અંગે ની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવશે. જેમાં વાપીના અનેક વિસ્તારોમાં થઈ રહેલા વિકાસના કામો તથા અન્ય કામો અંગે પણ ચર્ચા સામાન્ય સભામાં કરવામાં આવશે.