Vishesh News »

ફ્રાન્સમાં યોગ-આયુર્વેદની અોપન યુર્નિ. ચલાવતાં મૂળ નારગોલના કિરણ વ્યાસને પણ પદ્મશ્રી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ ઃ નારગોલ ગામના કિરણભાઈ વ્યાસને સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત ગત ગુરુવાર તા. ૨૫/૦૧/૨૦૨૪ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી જેને લઇ નારગોલ ગામ સહિત ઉમરગામ તાલુકામાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો છે. કિરણભાઈ વ્યાસ મૂળ નારગોલના છે. જેમના પિતા લાભશંકર વ્યાસે વર્ષ ૧૯૬૧માં નારગોલ ગામની અંદર અંગ્રેજી માધ્યમની ર્બોડિંગ શાળાની શરૂઆત કરી હતી જેમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ ભણતા હતા. ત્યારબાદ ભીલાડ અને બારડોલી ખાતે પણ શૈક્ષણિક સંકુલ સ્થાપિત કર્યું હતું. સમગ્ર પરિવાર શૈક્ષણિક સેવા સાથે જોડાયેલું હોય જે પરિવારના કિરણભાઈ વ્યાસ ફ્રાન્સ ખાતે તપોવન યોગ અને આયુર્વેદ નામક ઓપન યુનિવર્સિટી ચલાવે છે તેમને સરકાર દ્વારા પદ્મશ્રી તરીકે જાહેરાત કરતા સમગ્ર નારગોલ ગામની અંદર તેમજ સમગ્ર ઉમરગામ તાલુકામાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. નારગોલ ગામની અંદર ભૂતકાળમાં સંગીત ક્ષેત્રે પદ્મશ્રી ઍવોર્ડ પ્રા કરનાર બર્જોર લોર્ડ્સ હતાં. ત્યાર બાદ બીજા કિરણભાઈ વ્યાસ છે જેમને પદ્મશ્રી ઍવોર્ડ પ્રા થનાર છે. આ જાહેરાત થતાની સાથે જ ભૂતકાળમાં પદ્મશ્રી ઍવોર્ડ પ્રા કરનાર બર્જોર લોર્ડ્સ અને કિરણ વ્યાસનું ગ્રામ પંચાયત ભવ્ય રીતે સન્માન કાર્યક્રમનું અયોજન કરશે તેમ ઍક યાદીમાં નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીઍ જણાવ્યું છે.