Vishesh News »

દમણમાં પ્રશાસકની ઉપસ્થિતિમાં મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’નું જીવંત પ્રસારણ સાંભળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૯ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું જીવંત પ્રસારણ સાંભળવા માટે વિદ્યાર્થીઓ માટે દમણમાં ઍક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્ના હતા. પ્રશાસક પ્રફુલ પટેલ અને અન્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશાસક અને અન્ય મહેમાનોઍ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત પ્રસારણ સાંભળ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ માર્ક્સ મેળવવાની ટિપ્સ આપે છે, તેમને પ્રોત્સાહિત કરે છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપે છે. આ ક્રમમાં પ્રશાસક પ્રફુલ પટેલે કાર્યક્રમના અંતે શાળાના વિદ્યાર્થીઓને ઍક્ઝામ વોરિયર્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ લાલુ પટેલ, પ્રશાસકના સલાહકાર અમિત સિંઘલા, નાણા સચિવ ગૌરવ સિંહ રાજાવત, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ ઍસ. અસ્કર અલી, દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા સહિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓઍ તેમની ભૂમિકા ભજવી હતી.