Vishesh News »

૨૦ વર્ષથી માત્ર મહિલાઅો દ્વારા સ્વતંત્રતા પર્વનું આયોજન થાય છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ વાપીમાં છરવાડા રોડ પર આવેલી જાણીતી ટાઉનશીપ ગોકુલવિહારમાં માત્ર મહિલાઅો દ્વારા સંચાલિત ગોકુલવિહાર લેડિઝ કલબ દ્વારા પાછલા ૨૦ વર્ષથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. કદાચિત જીલ્લામાં ગોકુલવિહાર લેડિઝ કલબ ઍકમાત્ર મહિલાઅો સંચાલિત ઍવી કલબ હશે કે જે આ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હોય. હવે જયારે માર્ચમાં મહિલા દિવસની ઉજવણી થશે ત્યારે ઍ સંદર્ભમાં પણ આ લેડિઝ કલબની આ વિશેષ પ્રવૃત્તિ નોîધપાત્ર ગણાય ઍમ છે. ગોકુલ વિહાર ટાઉનશીપના ગાર્ડનમાં આ વર્ષે વાપીના ઉદ્યોગકાર અને સેવાભાવી ઘનશ્યામભાઈ વાઘેલાના હસ્તે લેડિઝ કલબની બહેનોઍ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ છેડા, જયદીપ દલસાણીયાઍ પ્રસંગોચિત વકતવ્ય આપ્યા હતાં અને ગોકુલવિહાર લેડિઝ કલબની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે ટાઉનશીપના બાળકોઍ ટુંકો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો. જેમને પ્રોત્સાહન ઈનામથી પ્રત્સાહિત કરવામાં આવ્યા હતાં. અને ઍમને ઉપસ્થિતોઍ વધાવી લીધા હતાં. ગોકુલવિહારમાં ઉજવાતા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પણ શુભેચ્છકોનો સ્વૈચ્છીક સહકાર પ્રા થયો હતો. અને ઍકત્રિત ભંડોળમાંથી સર્વને ઉપયોગી સેવા કે સાધનોમાં ઍ વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ગોકુલવિહાર લેડિઝ કલબના સ્થાપક સભ્ય શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને બીનાબેન શાહની આગેવાની અને માર્ગદર્શનમાં કલબની બહેનોઍ આયોજીત કર્યો હતો અને સફળતા પૂર્વક પાર પાડયો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમુહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.