Vishesh News »

મોટાપોîઢા કોલેજમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) નાનાપોઢા. તા.૧૦ઃ શ્રી મુંબા દેવી આર્ટસ ઍન્ડ શ્રીમતી સુગની બાય આર ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢા કોલેજમાં પ્રિ. ડો સતીષભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વ હિન્દી દિવસની થીમ હતી. આ સાથે કાવ્ય પઠન સ્પર્ધા રાખવામાં આવી હતી. સૌ પ્રથમ હિન્દી વિભાગના અધ્યાપિકા અને ઍના.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડો શીલા પટેલે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે કરવામાં આવી, વિશ્વમાં હિન્દી ભાષાનું મહત્વ અને ઉપયોગીતા સાથે પૂરી દુનિયાને ઍક સૂત્રતામાં જોડવા માટે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઍવી વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા. કાવ્ય પઠન સ્પર્ધામાં ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબરે માહલા ઈશા, બીજા નંબરે નિકુળિયા સારિકા અને ત્રીજા નંબરે બીજલ પટેલ વિજેતા બન્યા હતા. વિજેતા ઓને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા નર્મદા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.