Vishesh News »

ગોઈમામાં સસરા અને સગીર સાળાઍ જમાઈની હત્યા કરી હોવાનું ખુલ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૯ ઃ પારડી તાલુકાના ગોઇમાગામમાં કેરપાડા ફળિયામાં આવેલ ઍક મકાનમાં ઘરના જમાઈઍ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની સસરાઍ પારડી પોલીસ મથકમાં જાહેરાત આપ્યા બાદ નાનાપોન્ડા સરકારી દવાખાનામાંથી પોસ્ટમોર્ટમમાં જમાઈનું મોત ગળું દબાવીને થયું હોવાનું બહાર આવતા મરનાર જમાઈના ભાઈઍ પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પારડી પોલીસે કલમ ૩૦૨ મુજબ હત્યાનો ગુનો દાખલ કરી સસરા અને શાળા બંનેની ધરપકડ કરી છે અને ગણતરીના કલાકોમાં હત્યાનો કેસ પારડી પોલીસ મથકના પી.આઇ. સરવૈયાની ટીમે ઉકેલી કાઢ્યો છે. પારડી તાલુકાના સોનવાડાગામમાં બ્રાહ્મણ ફળિયામાં રહેતા રિતેશભાઈ મહેશભાઈ ધોળીયા પટેલ ઉ.વ. ૨૪ પોતાના સાસરે ગોઇમા કેરપાડા ફળિયામાં ગયા હતા જ્યાં કોઈ આગમ્ય કારણ સર ઘરની અંદર લાકડાના દાડા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ગયા હતાં. ઍવી હકીકતની પારડી પોલીસ મથકમાં ઍમના સસરા વિનોદભાઈ પટેલ (રહે. ગોઈમા કેરપડા ફળિયા)ઍ જાણ કરતા પારડીપોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આ બાબતની વધુ તપાસ ધરી હતી જોકે સાસરે ગયેલા જમાઈ રીતેશભાઈનો શંકાસ્પદ રીતે ફાંસો ખાઈ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય જેથી પારડી પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોસ્ટમોર્ટમમાં રિતેશનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવતા મરનાર રિતેશના ભાઈ મિલનભાઈ મહેશભાઈ ધોરીયા પટેલઍ પારડી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. (અનુ. પા.નં. ૭ પર)