Vishesh News »

વાંસદાના બારતાડની ૩ વિદ્યાર્થીનીઅોઍ દિલ્હીમાં મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’માં ભાગ લીધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૨૯ ઃ ભારત મંડપ પ્રગતિ મેદાન,નવી દિલ્હી ખાતે આજ રોજ યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પરીક્ષા પે ચર્ચા ૨૦૨૪ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યો માંથી વિદ્યાર્થીઓ ને પસંદ કરવામાં આવ્યા હતા.અને જેતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાત રાજ્ય માથી ૧૦ જેટલી વિદ્યાર્થીનીઓ ઍ ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરવા માં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ વિભાગ ગાંધીનગર સંચાલિત વાંસદા તાલકા ના બારતાડ ગામે ચાલતી ઍકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માં અભ્યાસ કરતી પ્રાંજલ રાઉત,પૂર્વીબેન ગવળી,દર્શનાબેન કામડી ત્રણ વિદ્યાર્થીનીઓ નવસારી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરી ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. ઍમ ઍક જ સ્કૂલ માથી ત્રણ વિદ્યાર્થીનીઓ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરાતા શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ગૌરવ અનુભવી વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.