Vishesh News »

ડુંગરી રામજી મંદિરમાં રસોઈ માટે ગેસલાઈન નંખાઈ

ડુંગરી રામજી મંદિરમાં રસોઈ માટે ગેસલાઈન નંખાઈ (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, વલસાડ તાલુકાના ડુંગરી ગામે આવેલ રામજી મંદિર હોલના રસોઈ વિભાગમાં લગ્ન પ્રસંગે અન્ય પ્રસંગોમાં વર્ષો સુધી લાકડા કે બહારથી ગેસના બાટલા લાવવા પડતા હતા. હોલમાં રસોઈ માટે પાઇપ લાઈન થી ફુલ ફોર્સમાં ગેસની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને માટે મોટા નવા ચુલા પણ ખરીદવામાં આવ્યા છે. રામજી મંદિરના ટ્રસ્ટ પ્રમુખ ચંદુભાઈ નાનુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારોઍ મંદિરના હોલમાં ગેસ પાઇપ લાઇન લાવવા માટે ભારે મથામણ કરી હતી.