Vishesh News »

વલસાડ ઈન્કમટેકસ વિભાગ દ્વારા ધ્વજવંદન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, વલસાડ આવકવેરા વિભાગ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ વલસાડ રેન્જ વલસાડ દ્વારાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગ વલસાડ કચેરી માં ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન હરીશ બિષ્ટ, જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, વલસાડ રેન્જ, વલસાડ ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રની પ્રગતિ, ઍકતા અને અખંડિતતા માટે શુભેચ્છા પાઠવી હતી. હરીશ બિષ્ટે, આવકવેરા વિભાગ, વલસાડ કચેરી દ્વારા ઉજવવામાં આવતા સ્વચ્છતા પખવાડિયા (૧૬.૦૧.૨૦૨૪ થી ૩૧.૦૧.૨૦૨૪) ની ચર્ચા કરતા, દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની પ્રેરણા આપી. આ પ્રસંગે આવકવેરા વિભાગ, વલસાડ કચેરી વતી, હરીશ બિષ્ટ અને આવકવેરા વિભાગ, વલસાડમાં કાર્યરત અધિકારીઓઍ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે કલ્યાણ બાગ ગાર્ડન, વલસાડમાં વૃક્ષારોપણ કર્યું હતું. સ્વચ્છતા પખવાડીયાને ધ્યાનમાં રાખીને પ્રિન્સિપલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, વલસાડ અને જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, વલસાડ રેન્જ, અને વલસાડના કર્મચારીઓઍ પણ સરદાર હાઈટ્સ સોસાયટી, વલસાડમાં વૃક્ષારોપણ કર્યું હતું.