Vishesh News »

વલસાડમાં ૧૦૮ના કર્મચારીઅોનું સન્માન કરાયું

વલસાડમાં ૧૦૮ના કર્મચારીઅોનું સન્માન કરાયું (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, વાપીના બલીઠામાં આવેલી કે. ઍ ચ. દેસાઈ પુરુષ અધ્યાન મંદિર કૉલેજમાં ૭૫માં પ્રજાસતાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટના ટેબ્લૉનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈ. ઍમ.આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી ૧૦૮ ઍમ્બ્યુલન્સ, ખિલખિલાટ ઍમ્બ્યુલન્સ, ધન્વંતરિ આરોગ્યરથ, કરુણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા અભયમ વાનનું પણ ટેબ્લૉમાં પ્રદર્શન કરાયું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલ કલેકટર ક્ષીપ્રા આગ્રેના હસ્તે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઈમરજન્સીની ઘટનાઓમાં ગોલ્ડન કલાકો થી આગળ વધીને પ્લેટિનમ મિનિટમાં લોકોના જીવ બચાવતી ૧૦૮ ઍમ્બ્યુલન્સના કર્મચારીઓનું પણ ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ ૧૦૮ સેવાના પાઇલોટ મલેશ સિંધા, ઇ.ઍમ.ટી. ભાવેશ પટેલને સન્માનિત કરાયા હતા. તેમજ ધન્વંતરિ આરોગ્ય રથ પ્રોજેકટ માંથી પાયલોટ કલ્પેશ પટેલ અને ઍ લ ટી મિતેશ પટેલને મંત્રી મુકેશ પટેલના હસ્તે ઍવૉર્ડ આપીને સન્માનિત કરાય હતા. આ પ્રસંગે ૧૦૮ સેવા તરફથી પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ ઍક્ઝીક્યુટીવ સંજય વાઘમારે ઍમ.ઍચ.યુ પ્રોજેકટ કોરડીનેટર નિમેષ પટેલ હાજર રહ્ના હતા અને તમામ ઍવૉર્ડ મેળવનારાઓનું ઉત્સાહ વધાર્યો હતો.