Vishesh News »

વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કુલમાં બે દિવસીય સ્પોર્ટસ-ડે યોજાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે વિદ્યાર્થીઓને ક્રિકેટ ટીપ્સ આપી, ઍરફોર્સના માજી સૈનિકનાં હસ્તે ધ્વજવંદન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ તા ૨૯ વલસાડ શહેરનાં અબ્રામા માં આવેલી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ સ્પોર્ટ્સ ડે યોજાયો હતો. જેમાં લાંબી દોડ, લાંબી કુદ, રિલે દોડ, રિંગ દોડ, સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોનાં હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૯ થી ૨૦૦૭ સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે અવિરત સફળતાના યુગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જ્હોન બકનન આ સ્પોર્ટ્સ ડે ના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા. તેમના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે ૨૦૦૩ અને ૨૦૦૭ માં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો. આઇપીઍલની બીજી સિઝનમાં તેઓ કોલકત્તા નાઈટ રાઈડર્સના કોચ પણ રહ્ના હતા. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માજી સૈનિક દેબાશીસ ગાંગુલીઍ સ્પોર્ટ્સ ડે માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓઍ તબલાં, ડ્રમ, ઓર્ગન સહિતનાં વાંજિત્રો પર અદભૂત દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ડાન્સે ઉપસ્થિતોને તાળીઓના ગડગડાટ કરવા મજબૂર કરી દીધા હતા. સ્પોર્ટ્સ ડે માં સ્કૂલના ચેરમેન ગિરીશભાઈ પંડ્યા, તેમના પુત્રી તેજલબેન, અગ્રણી ગિરીશભાઈ સોલંકી, શાલીનીબેન સોલંકી ઉપસ્થિત રહ્નાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.