Vishesh News »

કુસુમ વિદ્યાલયમાં ધ્વજવંદન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ - ૨૩ નાબોર્ડના ટોપર્સ વિદ્યાર્થીઓ અને ધો. ૧૦ના વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. દેશભક્તિ ગીત જેવી વિવિધ સુદર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી. વિદ્યાર્થીઓઍ રાષ્ટ્રપર્વ ઉપર પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના સંચાલક અર્ચનાબેને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન પાઠવ્યા અને સત્ય, પ્રામાણિકતા અને નિષ્ઠા થકીઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશને ખાતર પોતાનું જીવનઅને પ્રાણ અર્પી દેનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ બંકીમભાઇ દેસાઈ, મેનેજીંગ ટ્રસ્ટી અર્ચનાબેન, ટ્રસ્ટી મૈત્રીબહેન, નિયોજક વિવેકભાઈ, પધારેલા મહેમાનો, વાલીઓની હાજરીઍ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો.