Vishesh News »

ગાડરિયા પ્રા. શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવાયો

ગાડરિયા પ્રા. શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવાયો (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯, વલસાડ તાલુકાના ગાડરિયા ગામના હેઠલા ફળિયા પ્રાથમિક શાળા માં ૭૫ માં પ્રજાસત્તાક દિનની જોશભેર ઉજવણી ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી અને શાળાનાં બાળકોના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે ૭૫માં ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાડરિયા ગામના અગ્રણી કાર્યકર અને માજી સરપંચ મગનભાઈ, અતિથિ વિશેષ તરીકે સરપંચ વિશાલભાઈ, ઉપસરપંચ ઈશ્વરભાઈ, ગ્રા.પં. સભ્ય ઓ, ઍસઍમસી અધ્યક્ષ અને વડીલો અને યુવાવર્ગ તેમજ દીકરીની સલામ દેશને નામ સન્માનિત વિપાશા વી પટેલ હાજર રહી દેશદાઝની પ્રતીતિ કરાવી હતી. હાજર રહેલ દાતાઓઍ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ આચાર્ય લક્ષ્મણભાઇઍ શાળાની પ્રગતિને બિરદાવી હતી. મુખ્ય મહેમાન મગનભાઇઍ પોતાના ઉદબોધનમાં શાળા ભાવાવરણ જોઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાડરિયા ગામના અગ્રણી કાર્યકર અને માજી સરપંચ મગનભાઈ, અતિથિ વિશેષ તરીકે સરપંચ વિશાલભાઈ, ઉપસરપંચ ઈશ્વરભાઈ, ગ્રા.પં. સભ્યો, ઍસઍમસી અધ્યક્ષ અને સભ્યઓ, વડીલો અને યુવાવર્ગ તેમજ દીકરીની સલામ દેશને નામ સન્માનિત વિપાશા વી પટેલ હાજર રહી દેશદાઝની પ્રતીતિ કરાવી હતી. હાજર રહેલ દાતાઓઍ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ આચાર્ય લક્ષ્મણભાઇઍ શાળાની પ્રગતિને બિરદાવી હતી. મુખ્ય મહેમાન મગનભાઇઍ પોતાના ઉદબોધનમાં શાળા ભાવાવરણ જોઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આચાર્ય સંગીતાબેને શાળા વિકાસ યોજના સંબંધી મુદ્દાઓની વિગત રજૂ કરી સૌનો આભાર માન્યો હતો.