Vishesh News »

ઊંટડી શાંતાબેન વિદ્યાભવનમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ સ્પર્ધા યોજાઈ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૧૦ઃ વિદ્યાર્થીઓ આસપાસમાં સહેલાઈથી ઉપલબ્ધ થાય ઍવી નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને નવસર્જન કરતા શીખે ઍવા હેતુથી ઊંટડીમાં આવેલ શાંતાબેન વિદ્યાભવનના પ્રાથમિક વિભાગના બાળમિત્રો માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવટ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ છ થી આઠના બધા જ બાળકોઍ ભાગ લીધો હતો. બાળકોઍ પસ્તી, રેસા, પુઠા, જૂના કપડાં, પિસ્તા- મગફળીના છોતરાં વગેરે નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિઓ તૈયાર કરી હતી. આ સ્પર્ધામાં નીતિ આહિર, ચાર્મી પટેલ (પ્રથમ) ફેરી પટેલ, ખુશી પટેલ (દ્વિતીય) તેજસ્વી ટંડેલ, વેન્સી ટંડેલ (તૃતીય) ક્રમ મેળવ્યો હતો. સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ દેસાઈ તથા શાળા પરિવારે સુંદર કલાકૃતિનું સર્જન કરનાર બાળમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.