Vishesh News »

બીલીમોરાના જલારામ મંદિરે વિનામૂલ્યે આર્યુવેદ અને હોમિયોપેથી સર્વરોગ કેમ્પ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૨૯ , બીલીમોરા જય જલારામ મંદિર પરિસરમાં નગરજનોને આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી ઘર આંગણે સારવાર મળી રહે ઍવા સેવાકીય આશયથી ગુરુવારે બીલીમોરા સરકારી આર્યુવેદ દવાખાના અને બીલીમોરા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે જલારામ મંદિર પરિસરમાં વિનામૂલ્યે આર્યુવેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૨૦૬થી વધુ દર્દીઓ ઍ ચામડીના રોગો, સ્ત્રી રોગ,પેટ રોગ (પાચનતંત્ર), બાળરોગ, શ્વાસ રોગ,માથા નો દુખાવા, માઈગ્રેન અને બાળ રોગો વિગેરે રોગોનું નિદાન કરાવ્યું હતું. જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આયુર્વેદિક દવાઓનો પુરી પાડવામાં આવી હતી. કેમ્પમાં અમૃતપેય ની વ્યવસ્થા કરી લોકોને આરોગ્યપ્રદ અને સુખમય જીવન જીવવાની પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. જય જલારામ મંદિર પરિવાર દ્વારા સાચા અર્થમાં બાપાનો જીવનમંત્ર જન સેવા ઍ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરાયો હતો. પ્રમુખ મગનભાઈ, વૈદ્ય મેઘનાબેન પટેલ,આર ઍમ ઓ વૈદ્ય રાગીણીબેન ચૌધરી(આર્યુવેદ), ડૉ અંકિતાબેન પટેલ(હોમિયોપેથી) અને આરોગ્ય કર્મચારીઓઍ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.