Vishesh News »

વલસાડ રકતદાન કેન્દ્રના ડો. યઝદી ઈટાલિયાને પદ્મશ્રી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૫ ઃ દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાઍ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના પદ્મ સન્માનોની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. મોડી સાંજે જાહેર કરાયેલા આ ૩૪ પદ્મશ્રીના સન્માનોમાં વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં સિકલસેલ ઍનિમીયા જેવી વારસાગત બીમારીના ક્ષેત્રમાં પાયોનિયર અને બહોળુ પ્રદાન કરનારા માઈક્રો બાયોલોજીસ્ટ વૈજ્ઞાનિક ડો. યઝદી ઈટાલિયાને પદ્મશ્રી સન્માન જાહેર થતાં સમગ્ર વલસાડ જીલ્લામાં અને વિશેષ પારસી સમુદાયમાં આનંદની અને ગૌરવની લાગણી ફરી વળી છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષોમાં વલસાડ જીલ્લો દેશના સવોચ્ચ નાગરિક સન્માનથી વિભૂષિત થતો આવ્યો છે તેમાં ડો. યઝદી ઈટાલિયાનું નામ ઉમેરાયું છે. ઉલ્લેખનીય છે કે તેમને આરોગ્ય ક્ષેત્રની સેવાઅો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષેર્ સપ્ટેમ્બરમાં ઍવોર્ડ આપી સન્માનિત કર્યા હતાં. વલસાડ રકતદાન કેન્દ્ર સાથે સંકળાયેલા ૭૮ વર્ષિય ડો. યઝદી ઈટાલિયા મૂળ ચીખલીના ઍક પારસી પરિવારમાં જનમ્યા હતાં અને તેમણે મુંબઇની ઈન્સ્ટીટયુટ અોફ સાયન્સમાંથી પદવી મેળવી હતી. તેમણે ઈ.સ. ૧૯૭૮માં વલસાડ ખાતે પ્રથમ સિકલસેલ ડીસીઝના દર્દીનું નિદાન કર્યુ હતું અને ત્યારે જ ઍમને સમજાઈ ગયુ હતું કે વિવિધ આદિવાસી સમુદાયમાં ઍ સામાન્ય છે. ત્યારબાદ તેમણે ગરીબ અને આદિવાસી સમુદાયમાંં વિનામૂલ્યે સ્ક્રિનીંગ શરુ કર્યુ હતું અને સિકલસેલ ઍનિમીયા અંગે જનજાગૃતિ લાવવાનું શરુ કર્યુ હતું. આ માટે તેમણે ઈ.સ. ૧૯૮૪માં ભારતનું પ્રથમ કોમ્પ્રીહેન્સીલ સિકલસેલ શરુ કર્યુ હતું અને વલસાડ રકતદાન કેન્દ્ર મારફતે આઈઇસીની સામગ્રી વિકસાવી હતી. તેમણે ઈ.સ. ૨૦૦૬ થી ૨૦૧૨ વચ્ચે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાત રાજય માટે ભારતનો પ્રથમ સિકલસેલ ઍનિમીયા કન્ટ્રોલ પોગ્રામ વિકસાવ્યો હતો. અને વલસાડ રકતદાન કેન્દ્રની નોડલ ઍજન્સી તરીકે તેઅો માનદ નિયામક તરીકે નિમણૂંક પામ્યા હતાં. આ પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ હતું. તેમના આ પ્રદાન માટે ઈ.સ. ૨૦૧૧માં પ્રધાનમંત્રી ઍવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. તેમણે અત્યારસુધીમાં ૨ લાખ જેટલા ટ્રાયબલ્સનું સ્ક્રિનીંગ કર્યુ છે અને સમગ્ર ગુજરાતમાં ૯૫ લાખથી વધુ ટ્રાયબલ્સને સ્ક્રીન્સ કર્યા છે. તેમણે સિકલસેલટ્રાઈટના ૭.૨ લાખ કેસો અોળખી કાઢયા અને અસરકારક સલાહ માટે કલરકોડેડ કાર્ડ જારી કર્યા છે. તેમણે તેમના પાછલા ૪૪ વર્ષના આ ક્ષેત્રમાં સમર્પિત પ્રયાસોને કારણે ગુજરાતમાં ઍસસીડીને કારણે બિમારી અને મૃત્યુ દરમાં ઘટાડો લાવી શકાયો છે. ઈ.સ. ૧૯૯૧માં તેમને અમેરિકાની વેક ફોરેસ્ટ યુનિવર્સિટી ખાતે ફેસોશીપ સાથે આમંત્રણ મળ્યુ હતું અને ત્યાં સિકલસેલ અેંગે વધુ જાણકારી મેળવી હતી. અને ભારત આવ્યા બાદ ઍસસીઍ પ્રોગ્રામ સ્થાપિત કરવા પ્રયાસો કર્યા હતાં. તેમણે આઈસીઍમઆર સાથે સહયોગ કરી ઘણા પ્રોજેકટમાં ભાગ લીધો અને દેશમાં પ્રાદેશિક સ્તરે મોલેકયુલર સ્તરની પ્રયોગશાળાઅો સ્થાપવામાં સહયોગ કર્યો છે. ડો. યઝદી ઈટાલિયાના સિકલસેલ અંગેના સંશોધનો દેશ-વિદેશના વૈજ્ઞાનિકો જર્નલોમાં પ્રકાશિત થયા છે. ડો. યઝદી ઈટાલિયા ઍક ટ્રાન્સનેશનલ સાયન્ટીસ હોવાને કારણે વિજ્ઞાનને આદિવાસી સમુદાયના ઘર સુધી લાવવા પ્રયત્નશીલ રહે છે. તેમણે ગુજરાતના અને અપ્રત્યક્ષ રીતે નેશનલ હેલ્થ મિશન હેઠળ આધુનિક સિકલસેલ કન્ટ્રોલ પ્રોગ્રામના ઘડવૈયા તરીકે નેત્રદિપક પ્રદાન કર્યુ છે. તેઅો ૨૦૪૭ સુધીમાં સિકલસેલ ઍનીમિયાને નાબુદ કરવાની નેમ ધરાવે છે.