Vishesh News »

આજે વાપી પંથકમાં વિવિધ સ્થળે પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

(દમણગંગા ટાઇમ્સ) વાપી,તા.૨૫ઃ આજે વાપી પંથકમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પણ વાપીમાં યોજાઇ રહ્ના છે જેને લઇ વાપીમાં વહીવટી તંત્ર દ્વારા બેઠક અને રિહસલ શરૂ થયા. પ્રા વિગત મુજબ આજે દેશના ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બલિઠાના પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે તેવી જ રીતે વાપી નગરપાલિકા મુખ્ય કચેરી ચલા અને ડુંગરા ઝોન કચેરી ખાતે પણ પાલિકાના પ્રમુખ અને મુખ્ય હોદ્દેદારોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે તેવી જ રીતે વાપી વિસ્તારમાં આવેલ વિવિધ સરકારી કચેરીઓ જેમાં મામલતદાર કચેરી ઍક્સાઇઝ વિભાગ કચેરી પોલીસ મથકો રેલવે સ્ટેશન તથા વાપી જીઆઇડીસીમાં ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિઓના સમૂહના વી આઈઍ ખાતે તથા વાપી વિભાગમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઅોમાં તથા વિવિધ સોસાયટીઅોમાં પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.