Vishesh News »

‘સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયે જાયેંગે’

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૪ ઃ દમણ અને વાપીમાં ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા વાંધા જનક જણાતા શબ્દ ‘સબર કરો જબ વક્ત હમારા આયેગા, તબ શીર ઘડ સે અલગ કીયે જાયેંગે’ જેવી થીમ મૂકી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના જુના ફોટાઓ સાથે વાયરલ કરી ધાર્મિક રીતે લોકોને ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કરાયો હતો. જે અંગે વાપી ના છીરી અને કબ્રસ્તાન રોડ ઉપર રહેતા ઍક ઈસમ તરફ શંકાની સોય ઘુમતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મોડી સાંજે વિડીયો વાયરલ કરનારે તાત્કાલિક માફી માંગતો પોતાનો બીજા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે હાલ મામલો વાપીમાં થાળે પડતો જણાયો હતો. તેવી જ રીતે દમણથી પ્રા માહિતી પ્રમાણે દમણમાં પણ ઈન્સ્ટાગ્રામ પર ઍવા જ સંદેશાઅો ફરતા થયા હોવાનું બહાર આવ્યું હતું. દમણમાં જમ્પોર બીચ ઉપર ચાર જેટલા ઈસમોઍ બાઈક ઉપર ધાર્મીક જણાતાં ધ્વજ લગાવી આંટાફેરા મારતા હોય તેવા કલીપીંગ પણ વાયરલ થતાં પોલીસ પણ ચોîકી ઉઠી હતી અને સમગ્ર બાબતની ચાંપતી તપાસ હાથ ધરી તાત્કાલિક આસિફ ખાન તથા અન્ય ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે વાપી તથા દમણમાં ઉપરોક્ત ઘટના બનતા જ બંને વિસ્તારમાં પોલીસ ઍકાઍક દોડતી થઈ જવા પામી છે અને આવી વિવાદાસ્પદ કે કોઈ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિથી બચવા માટે મુસ્લિમ બિરાદરો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્નાં છે.