Vishesh News »

વલસાડ જી.પં.ની ડેમો સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો અંગે વિમર્શ કર્યો

વલસાડ, તા. ૨૪ ઃ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે વલસાડની કલેકટર કચેરીના સભાખંડમાં તેજસ્વિની જિલ્લા પંચાયત કાર્યક્રમ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની પ્રેરક ઉપસ્થતિમાં યોજાયો હતો. આ પ્રસંગે દીકરીના જન્મને આવકાર, આદર- સન્માન, શિક્ષણ અને સલામતીને સુનિડ્ઢિત કરવાની સૌ ઍ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં કલેકટરશ્રીઍ મહિલાઓની ભાગીદારી વિશે જણાવ્યું કે, મહિલાઓના ભાગમાં આર્થિક ભાગીદારી આવે ત્યારે સમાનતા કહેવાય જેવા કે આર્થિક નિર્ણયો, ગૃહિણીને પણ આર્થિક કામમાં અને નિર્ણયોમાં ભાગ લેવો જોઈઍ. મહિલા નોકરી ધંધો કરતી હોય ન હોય અને ગૃહિણી તરીકે હોય તો તેના શ્રમનું મૂલ્ય અર્થવ્યવસ્થામાં મહત્વનું છે. તેના નિર્ણયનો પણ સ્વીકાર થવો જોઈઍ. માત્ર ચર્ચાઓ જ નહીં પણ આદર્શ સમાજ તરફ આગળ વધીઍ ઍ જરૂરી છે. પ્રથમવાર આ પ્રકારનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલે જણાવ્યું કે, બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઈને દીકરીના લગ્ન થાય ત્યાં સુધીની યોજના સરકાર દ્વારા અમલમાં મુકાઈ છે. સમાજ હવે અંધશ્રધ્ધામાંથી બહાર નીકળ્યો છે. હવે દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ જોવા મળતો નથી. જે દંપતીને માત્ર ઍક કે બે દીકરી હોય તો તેઓ પણ ખુશી ખુશીથી દીકરીનો ઉછેર કરી દીકીરના માતા (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૧ નું ચાલુ.. વલસાડ જી.પં.ની .... પિતા હોવાનું ગૌરવ અનુભવે છે. જિલ્લા પંચાયતના ઉપ-મુખ બિજના પટેલે દીકરીઓના ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા વિશે -ાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમની શરૂઆત દીકરી અશ્વિની મણિલાલ પવાર દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગતથી કરવામાં આવ્યુ હતું. આજના રાષ્ટ્રીય બાલિકા દિવસે જિલ્લા પંચાયતના -મુખશ્રી, ઉપ-મુખશ્રી, અધ્યક્ષશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ દ્વારા દીપ -ાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું સ્વાગત પોષણ ટોકરી દ્વારા કરવામાં આવ્યું હતું. તેજસ્વિની પંચાયતની સામાન્ય સભા દીકરીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. આ સભાની અંદર મહિલાઓને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે, બેટી બચાવો, બેટી પઢાવો, દીકરા-દીકરી ઍક સમાન, મફત શિક્ષણ, મતદાન અંગે જાગૃતિ, બાળ લગ્ન અને દહેજ -થાનું દૂષણ, દીકરીઓને આર્થિક રીતે પગભર બનાવવી, આરોગ્ય અને સુરક્ષા, જાતિગત સમાનતા અધિકાર અને સરકારની વિવિધ યોજનાઓને અનુલક્ષીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાના ૧૦ મંજુરી હુકમનું વિતરણ અને ચાર દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. દીકરી અશ્વિની મણિલાલ પવાર દ્વારા -તિજ્ઞા વાંચન કરાવવામાં આવ્યું હતું. આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપ-મુખશ્રી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા દીકરીઓને -ોત્સાહન માટે ઉદબોધન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ દ્વારા કરવામાં આવી હતી. તેજસ્વિની પંચાયત કાર્યક્રમમાં ૪૦ થી વધુ પૂર્ણા દીકરીઓ, વિદ્યાર્થિનીઓ, વાલીઓ, શિક્ષકો મળી કુલ ૧૧૮ લોકો હાજર રહ્ના હતા.