Vishesh News »

પારડીના અપક્ષ અને વલસાડના કોîગ્રેસ તા.પં.ના સભ્યોઍ કેસરીયો ધારણ કર્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૪ ઃ આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ સભ્યો કરી રહ્ના છે.ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસમાંથી કેટલાક તાલુકા પંચાયત સભ્યો કોંગ્રેસને રામ રામ કરી ભાજપની કેસરિયો કંઠી પહેરી લેતા કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારોમાં ચિંતા ફરી વળી છે. આગામી લોકસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં હોવાથી સમગ્ર દેશમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષના હોદ્દેદારો દ્વારા સભ્યો કાર્યકર્તાઓ સાથે મિટિંગનો દોર શરૂ કર્યો છે. હાલમાં જ વલસાડ લોકસભા બેઠક માટે વલસાડ માં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવે તેવા પ્રયાસો કાર્યકર્તાઓ હોદ્દેદારો કરી રહ્ના છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાલમાં કોઈ જાતના કાર્યક્રમમાં થતા નથી જેના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે વલસાડ તાલુકા પંચાયતના અટગામ બેઠક પરથી ચૂંટાયેલી કોંગ્રેસની સભ્ય સુરક્ષાબેન પટેલ, પારડી તાલુકાના ઉમરસાડી બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા બળવંતભાઈ બી. પટેલ, ઍસટી મોરચાના જિલ્લા પ્રમુખ દિનકરભાઇ બી. વાડીવાલા, કપરાડા તાલુકો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોમાભાઈ કે. બાત્રીઍ આજરોજ કોંગ્રેસને રામરામ કરી ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ખેસ ગળામાં પહેરી લેતા કોંગ્રેસના કાર્યકર્તા, હોદ્દેદારોઓમાં ચિંતા પસરી ગઇ છે.