Vishesh News »

વલસાડનું જીલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વ વાપીમાં યોજાશે ઃ સમીક્ષા બેઠક યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૪ ઃ વાપીના બલિઠા ખાતે આવેલ પુરુષ અધ્યાપન મંદિર કોલેજના મેદાનમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. જે અંગે સરકારી કચેરીના અધિકારીઓ વચ્ચે બેઠકો કરાઈ રહી છે. પ્રા વિગત મુજબ આગામી તા. ૨૬-૧-૨૦૨૪ ના રોજ દેશમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાપી તાલુકાના બલીઠા ખાતે આવેલ કે. ઍચ. દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના મુખ્ય મહેમાન અંતર્ગત કરવામાં આવી રહ્નાં છે. જે અંગેની તડામાળ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વાપી તાલુકા અને નગરપાલિકાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી આખરી ઓપ અપાઈ રહ્ના છે આ કાર્યક્રમમાં સવારે ૯ઃ૦૦ કલાકે રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ મંત્રી કરશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામો વિતરણ કર્યા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે.