Vishesh News »

ડાંગથી લઈ જવાયેલો બોરનો હાર અયોધ્યામાં શ્રીરામ દરબારમાં પહોચ્યો

શ્રી હનુમાન ગઢીના મહંત તથા મુખ્ય પૂજારીજીઍ હાર ગ્રહણ કરી શ્રી હનુમાનજી મહારાજને ધારણ કરાવ્યો ઃ પ્રભુ શ્રી રામના ચરણ સ્પર્શ બાદ આ હાર ‘શબરી ધામ’ ખાતે લાવી દર્શનાર્થે મુકાશે (દમણગંગા ટાઈમ્સ) આહવા, તા. ૨૪ ઃ અયોધ્યાપુરીમાં પ્રભુ શ્રી રામ લલ્લાના નવનિર્મિત મંદિરમાં ‘રાઘવ’ ના નિજગૃહ પ્રવેશની સાથે જ, દંડકારણ્ય ઍવા ડાંગ પ્રદેશના, માં શબરીના વંશજો દ્વારા ‘રામનામ’ ના ‘બોરનો હાર’ પ્રભુના ચરણોમાં સમર્પિત કરાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે ઍટલે કે તા.૨૩મી જાન્યુઆરીઍ અયોધ્યાના પ્રભુ શ્રી રામના દરબારમાં સ્થિત શ્રી હનુમાન ગઢીના મહંત તથા મુખ્ય પૂજારીજીઍ, આ હારને, પ્રભુ ભક્ત શ્રી હનુમાનજી મહારાજના ગળામાં સવારના દશ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધારણ કરાવ્યો હતો. જ્યાંથી ૩૩ હજાર ૫૮૮ બોર ના આ હાર ને, પ્રભુ શ્રી રામ લલ્લાના ચરણ સ્પર્શ કરાવી, શબરી ધામ પરત લાવી, ભાવિક ભક્તોના દર્શનાર્થે મુકાશે તેમ પી.પી. સ્વામીજીઍ અયોધ્યાપુરીથી જણાવ્યું હતું. દંડકારણ્ય ઍવા ડાંગ જિલ્લાની આદિજાતિની બહેનોના પ્રતિનિધિરૂપે યશોદાબહેન, ભાવનાબહેન, મીનાબહેન, તારાબહેન તથા વનવાસી કથાકાર તરીકે જાણીતા પૂજ્ય યશોદા દીદી ઍમ કુલ પાંચ બહેનોના હસ્તે, પૂજનવિધિ કરી આ હાર શ્રી હનુમાનજી મહારાજને અર્પણ કરાયો હતો. હનુમાન ગઢીના મુખ્ય પૂજારીજી દ્વારા દંડકારણ્યની આ તમામ બહેનોનું કુમકુમ તિલક અને હારતોરા કરી બહુમાન કરાયું હતું. ઍટલું જ નહીં ડાંગના ભાવિક ભક્તો માટે મોટી માત્રામાં પ્રસાદ પણ આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક અવસરે સમગ્ર આયોજનના પ્રેરક તથા સ્વપ્નદ્રષ્ટા પૂ.પી.પી.સ્વામીજી સહિત આદિજાતિ કથાકારના પ્રશિક્ષક પૂ.સત્યવાન ગુરુજી પણ ઉપસ્થિત રહ્ના હતા.અયોધ્યાથી પરત આવ્યા બાદ ‘શબરી ધામ’ ખાતેમાં શબરીના શ્રીચરણોમાં, ભાવિક ભક્તોના દર્શનાર્થે આ હાર મુકવામાં આવશે.