Vishesh News »

દમણ પોલીસ દ્વારા નિયમો ભંગ કરનારને ફુલ આપી જાગૃત કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૪ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ૩૫મો માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવી રહ્ના છે. આ અભિયાન અંતર્ગત દમણ પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ ખાતે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દમણના ઍસપી રાજેન્દ્ર પ્રસાદ મીણા અને ઍસડીપીઓ રજનીકાંત અવાડિયાઍ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરી જાગૃત કર્યા હતા. ડ્રાઇવર્સે વાહન ચલાવતી વખતે હેલ્મેટ, વાહનના દસ્તાવેજો અને સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કર્યું હતું. શહેર માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં માર્ગ અકસ્માતોને રોકવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે. આ પ્રસંગે નાની દમણના ઍસઍચઓ વિશાલ પટેલ, ટ્રાફિક વિભાગના પીઆઈ કે.બી. મહાજન સહિત અન્ય ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતો.