Vishesh News »

વાપી પાલિકાનું સુરતમાં પ્રાદેશિક પાલિકા કમિશ્નર દ્વારા સન્માન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૪ ઃ પ્રાદેશિક કમિ‘ર નગરપાલિકાઓની કચેરી સુરત ઝોનના પ્રાદેશિક કમિશ્નર ડૉ.ડી.ડી. કાપડિયા દ્વારા સુરત ઝોનની તમામ નગરપાલિકાઓની તા.૨૪-૦૧-૨૦૨૪ ના રોજ સુરત ખાતે ઓરીઍંટેશન વર્કશોપ રાખવામા આવેલ. જેમાં સુરત ઝોનની તમામ નગરપાલિકાઓના અધિકારી/પદાધિકારીઑ હાજર રહેલ હતા. જે કાર્યક્રમમાં વાપી નગરપાલિકાથી પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ બી. પટેલ, મ્યુનિસિપલ ઇજનેર રેગનભાઇ પટેલ, ઓડિટર દેવાંગ આરીવાલા તથા આસી.સેનેટરી ઈન્સ્પેકટર દિલિપ લુહારે હાજરી આપેલ હતી. જે કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાપી નગરપાલિકાને ‘સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૩માં પ્રથમ નંબર અને ગાર્બેજ ફ્રી સિટીમાં ૧ સ્ટાર મળવા બદલ ઍવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. તથા સાઉથ ઝોનની કુલ ૧૯ નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકા ને ‘‘શ્રેષ્ઠ કામગીરી -૨૦૨૩’’નો ઍવોર્ડ આપવામાં આવેલ. જે ઍવોર્ડ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અને ચીફ ઓફિસર શૈલેષભાઇ બી. પટેલ તથા ઉપસ્થિત અધિકારી/કર્મચારી દ્વારા સ્વીકાર્યો હતો.