Vishesh News »

ધરમપુરમાં કંટાળી ગયેલા રહીશોઍ ડ્રેનેજની કામગીરી અટકાવી હોબાળો મચાવ્યો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૪ ઃ ધરમપુરના નગરના નગારીયાથી ખારવેલ તરફ જતાં માર્ગે ચાલી રહેલ ડ્રેનેજની કામગીરીમાં આડેધડ ખોદકામની સાથે અવારનવાર માર્ગ બંધ કરાતાં રોષે ભરાયેલા રહીશોઍ કોન્ટ્રાકટરનો ઉધડો લઇ કામગીરી અટકાવી હતી, ઍક માસ અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખતી વેળાઍ ઉપરોકત સમસ્યા સર્જાઈ હતી. ધરમપુર નગરના નગારીયાથી ખારવેલ તરફ જતા માર્ગે ડ્રેનેજ લાઇનનું કામ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્નાં હતું, જેથી અવાર નવાર માર્ગ બંધ કરી દેવાતો હોય છે. જેને લઈને ઉપરોકત માર્ગેના રહીશોને ઘર સુધી પહોંચવા માટે વાહનો પસાર કરવા માટે ભારે સમસ્યા ઊભી થતી હોય છે, તો ઍજ માર્ગે રહેતાં રહીશો પૈકી કેટલાક રહીશો ઘરનું બાંધકામ કરતા હોવાથી મટીરીયલ પહોંચાડવા માટે વાહનો પસાર કરવા મુશ્કેલ ઉભી થતી હોય છે. ઍક માસ અગાઉ વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન પસાર કરાઈ હતી. જે વેળાઍ પણ ઉપરોકત સમસ્યા સર્જાઈ હતી, ફરી ડ્રેનેજ લાઈન પસાર કરવા માટે ખોદકામ કરી દેવાતા, રોષે ભરાયેલા સ્થાનિક રહીશોઍ તા.પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં કોન્ટ્રાકટરનો ઉધડો લઈ રોડ માર્જીનમાં આવતું હોવાથી કામગીરી બંધ કરવા, ઉપરાંત આ માર્ગને ચોમાસાં અગાઉં રિપેર ન કરાશે તો નગારીયા પટેલ ફળીયા, દત્ત નગર, રંગ નગર, અવધુત નગર, નાયકીવાડના રહેણાંકોને રોજિંદા કામ ધંધાર્થે તથા શાળા, કોલેજે જતાં વિદ્યાર્થીઓઍ ભારે હલાકીનો સામનો કરવો પડે તે પહેલા જ કામગીરી બંધ કરવાની માંગ સાથે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી.