Vishesh News »

વાપી પાલિકા દ્વારા બાકી મિલકતદારો સામે કાર્યવાહી ઃ ૬ દુકાનો સીલ કરાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૪ ઃ વાપી નગરપાલિકાઍ વેરા વસૂલાતનો ૧૦૦ ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા બાકીદાર મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ ૨૦૨૩-૨૪ ના કુલ રૂ.૨૪.૧૭ કરોડના માંગણા સામે રૂ.૧૯ કરોડ સાથે ૭૮ટકા ની વસૂલાત કરી લીધી છે અને ૧૦૦ ટકા વસૂલાતનો લક્ષ્યાંક સિધ્ધ કરવા બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૩૨ ની પેટા કલમ (૩) મુજબ ઘરવેરો ભરવા નોટિસો આપવા સાથે નોટિસની અવગણના કરનાર બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ગત રોજ ઘરવેરા વિભાગની ટીમે વાપીમાં રામા રેસીડેન્સીમાં ૨ દુકાન, ચલામાં ગોલ્ડ કોઈન ઍપાર્ટમેન્ટમાં ૨ દુકાન અને શ્રી રંગ સોસાયટીમાં ૨ દુકાનો મળી કુલ ૬ દુકાનોને તાળા માર્યા હતા. આ ઉપરાંત લાંબા સમયથી ઘરવેરો ના ભરનાર ડુંગરાની આઝાદ રેસીડેન્સી, લેક પેરેડાઈઝ, ચલાની શ્રી રેસીડેન્સી, અભિષેક પાર્ક, વાપીની ઈચ્છાનિકેતન, લીલા ટાવર, આશીયાના કોમ્પ્લેક્ષ, રામા રેસીડેન્સી વગેરે સોસાયટીઓના નળ જોડાણ સહિતની સેવાઓ બંધ કરવાની નોટીસો આપવામાં આવી છે. હાલમાં નગરપાલિકા દ્વારા રીબેટ અને દંડના નિયમો મુજબ ઓક્ટોબર માસથી દર મહિને ૧ ટકા વ્યાજ લગાવવામાં આવી રહ્નાં છે. ઍ મુજબ ફેબ્રુઆરીથી ૫ ટકા વ્યાજ લાગુ પડશે. જેથી મિલકત ધારકોને વ્યાજના દંડથી અને મિલકત જી કાર્યવાહીથી બચવા વહેલી તકે ઘરવેરો ભરવા નગરપાલિકા દ્વારા અપીલ થઈ છે.