Vishesh News »

સરોધીના બાઈક સવાર પર દિપડાનો હુમલો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૯ ઃ પારડી તાલુકાના સરોધી ગામમાં દીપડા ઍ બાઇકમાં જઈ રહેલા વ્યક્તિ પર હુમલો કરતાં વ્યક્તિ અને ઍની ભત્રીજી ઈજા ગ્રસ્ત થઈ ગયા હતા. પારડીના પરિયાગામે બરવાડી ફળિયામાં રહેતા મનોજભાઈ પટેલ ઉ.વ. ૩૭ સરોધી ગામેથી તેમનો દીકરો કેવલ અને તેમના ભાઈનો દીકરો પ્રિયાંશ, દીકરી માહીને ટ્યૂશને થી લઈ બાઇક પર ઘરે આવી રહ્ના હતા. ત્યારે બરવાડી સરોધીની વચ્ચે આવેલા સરકારી ફાર્મ પાસે અચાનક ઍક દીપડો ધસી આવી તેમના પર હુમલો કરી દેતા બાઇક પાછળ બેસલી માહી નીચે પટકાઈ હતી. જ્યારે દીપડાઍ મનોજભાઈને પગના ભાગે પંજો મારતા તેવો પણ ઘાયલ બન્યા હતા. જ્યારે બે બાળકોનો બચાવ થયો હતો આ હુમલામાં હિમંતભેર મનોજભાઈઍ લાતો મારતા દીપડો ભાગી છૂટ્યો હતો. જે બાદ બંને ઘાયલોને પારડી મોહનદયાળ હોસ્પિટલ સારવાર માટે લવાયા હતા. જેવોને સામન્ય ઇજા હોવાથી સારવાર બાદ રજા અપાઈ હતી પરંતુ દીપડાનો હુમલો થતાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં પારડી ફોરેસ્ટ વિભાગની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી હતી. ગામડામાં દીપડાઓના વધી રહેલા હુમલાઓના લીધે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવા દીપડાઓેને પકડીને પાંજરે પુરવાની જરૂર છે જેથી લોકોનું જીવન બચી શકે છે.