Vishesh News »

દમણની શ્રીનાથજી સ્કુલ ‘રન ફોર ફન’ દોડમાં પ્રથમ ક્રમે આવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૪ ઃ દમણ ખાતે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ૨૧મી જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે રન ફોર ફન દોડ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ જેમા ઘણા સ્પર્ધકોઍ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં શ્રીનાથજી સ્કુલની વિદ્યાર્થીની રાગીણી સિંહ પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહી હતી, આ સફળતા બદલ શાળા સંચાલક મંડળ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.