Vishesh News »

વાપીમાં ઈસમના ૧.૯૫ લાખ કાઢી લેનાર ઝારખંડના ૩ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૪ ઃ બિહારના ઈસમે વાપી થી અમૃતસર જવા માટે રેલવે ટીકીટ બુક કરાવ્યા બાદ ડેન્ગ્યુ થતા તેમણે ટિકિટ કેન્સલ કરાવવા માટે િંંંશ્રિંફૂ પરથી રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ મેળવી ફોન કરતા તેમને અજાણ્યા ઇસમે પૈસા રિફંડ કરાવી આપવાનું કહ્નાં રૂર્ત્ર્ીદ્દર્સ્ન્ીષ્ટષ્ટ ના મધ્યમથી કસ્ટમર સપોર્ટ ઍપ નામની ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૧.૯૫ લાખ રૂપિયાની ઠગાઈ કરનારા ઝારખંડના ત્રણ આરોપીઓને વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે. બિહારના ગયાના મોલા નગરમાં રહેતા બજરંગી ગોવિંદ ઠાકોર ઉ.વ.૩૫ ઍ વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી કે ફરીયાદ કરી કે તા-૧૫/૦૯/૨૦૨૩ના રોજ વાપીથી અમૃતસર જવા માટેની રેલ્વેમાં ટીકીટ બુક કરાવેલ હતી. પરંતુ ડેંગ્યુ થઇ ગયેલ હોવાથી ટીકીટ કેન્સલ કરાવવા તા-૧૪/૦૯/૨૦૨૩ ના રોજ ગુગલ સર્ચ ઍંજીન ઉપર રેલ્વે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ગુગલ ઉપરથી મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ફોન કરતા કોઇ અજાણ્યા ઇસમે ફોન રીસીવ કરી રેલ્વેની ટીકીટ કેન્સલ કરાવી આપવાનું જણાવી તેમજ કેન્સલ કરેલ ટીકીટના પૈસા રીફંડ કરાવી આપવાનું કહી મોબાઇલ ફોન પર વોટસઍપના માધ્યમથી લીંક મોકલી ‘‘કસ્ટમર સપોર્ટ ઍપ’’ નામની ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી ઍ ઍપ્લીકેશન મારફતે ફરિયાદીનું નામ બેંક કસ્ટમર આઇ.ડી તથા નેટ બેંકીગનો પાસવર્ડ મેળવી ફરિયાદીના બેંક ખાતામાં અલગ-અલગ બે લોન ક્રેડીટ કરાવી જેમાં ઍક ઇન્સ્ટા લોન રૂ.૧.૨૦ લાખની રકમની તથા ઍક જમ્બો લોન રૂ.૨ લાખની રકમ ઍમ કુલ રૂ.૩.૨૦ લાખની લોન ક્રેડીટ કરાવી જે ક્રેડીટ થયેલ રકમ પૈકી રૂ.૧,૯૫,૪૪૯/-ની રકમ નેટ બેંકીગ દ્વારા અન્ય કોઇ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી કુલ- રૂ.૧,૯૫,૪૪૯/-ની ઠગાઈ કરી હતી. જે અંગે વલસાડ પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાઍ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.ઇ.ઍમ.ઍન.બુબડીયા તથા સાયબર ક્રાઇમ મથકની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ વર્ક આઉટ તથા સી.ડી.આર, ટાવર લોકેશન તપાસ કરતા સાયબર ગેંગના આરોપીઓ મનીર અંસારી યાસીન અંસારી ઉં.વ.૨૫ રહે.ચેંગાઇડીહ પો.સ્ટે જામતારા જી.જામતારા, (૨) સગીર અંસારી દિલદારમીયાં ઉ.વ.૩૦ રહે.રીંગોચીંગો પો.સ્ટે. કરમાટાંડ જી.જામતારા, (૩) અનવર અંસારી કાસીમ અંસારી ઉ.વ.૩૪ રહે.સોનબાદ પો.સ્ટે.જામતારા જી.જામતારા. હાલ જામતારા જીલ્લા જેલ (ઝારખંડ) ખાતે જામતારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનામા જેલમાં છે. જેથી ત્રણેય આરોપીને પ્રોડકશન વોરંટના આધારે જામતારા જીલ્લા જેલ (ઝારખંડ) થી કબ્જો મેળવી વલસાડ સાયબર કાઇમ પોલીસ સ્ટેશનમાં લાવી અટક કરી છે. જિલ્લા પોલીસવડાઍ જણાવ્યું કે કોઇ પણ અજાણી લિંક પર ક્લીક કરવાનું તથા ગુગલ સર્ચ ઍન્જીન પર કોઇપણ પ્રકારનો કસ્ટમર કેર નંબર સર્ચ કરી મેળવવાનું ટાળો અને જો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત ઘ્ળ્ગ્ચ્ય્ ઘ્ય્ત્પ્ચ્ ણ્ચ્ન્ભ્ન્ત્ફચ્ ફબ્-૧૯૩૦ તથા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. આરોપીઓ ગુગલ ઉપર ફેક કસ્ટમર કેર નંબર મુકી તે નંબર પર ફોન કરતા લોકો સાથે કસ્ટમર કેર કર્મચારી બની વાત કરી પોતાની વાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ ભોગ બનનારને વોટસઍપના માધ્યમથી બનાવટી લિંક મોકલી તેના દ્વારા બેંક ઍકાઉન્ટ, બેંકનુ કસ્ટમર આઇ.ડી.ઍટીઍમ કાર્ડ, નેટ બેંકિંગ જેવી વિગેરે માહિતી મેળવી ભોગબનનારના રૂપીયા તેમના ડમી ખાતામાં ટ્રાંસફર કરી લઇ પૈસા ઉપાડી લઇ ઠગાઇ કરતા હોય છે .