Vishesh News »

વાપીની ૧ મહિનાથી બંધ વરસાદી પાણીની ગટરનું કામ ફરી શરુ થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૪ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી બલિઠાની બિલખાડી સુધીના નેશનલ હાઇવે નંબર ૪૮ પરના સર્વિસ રોડની બાજુમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે રૂપિયા ૨૮ કરોડના ખર્ચે ચાર કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન બનાવવાની કામગીરી લગભગ બેથી ત્રણ મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં જીવનદીપ હોસ્પિટલથી જલારામ બાપા મંદિર સુધીના વિસ્તારની ખુલ્લી ગટરની સાફ-સફાઈ કરી આ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, ઍપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટરની ડ્રેનેજ લાઈન પણ બંધ થતા ઉપરોક્ત મકાનોનું પાણી પરત થતા ચેમ્બરો ઉભરાઈ જતા સમગ્ર બિલ્ડીંગ પરિસરમાં ગંદકી ભર્યું પાણી છવાઈ ગયું છે જેને લઇ લોકો ત્રાહિમામ પોકારી રહ્ના છે જેને ધ્યાને લઈ આજે વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલ વાપી નગરપાલિકાના ટાઉન પ્લાનર કલ્પેશભાઈ શાહ ડ્રેનેજ અને પાણી વિભાગના હાઇડ્રોલિક બિઝનેસ સંજયભાઈ ઝા સહિતની ટીમોઍ આ ખુલ્લી ગટરનું નિરીક્ષણ કરી અહીંથી પસાર થતી પાણીની લાઈનનું આયોજન આપી તાત્કાલિક ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવે તેઓ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્નાં છે.