Vishesh News »

ડાંગના નંદઘરોમાં બાળ સખા રાઘવની વધામણી કરાઇ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) આહવા, તા. ૨૩ ઃ જન જનમાં વ્યા પ્રભુ શ્રીરામ લલ્લાના નિજગૃહ પ્રવેશની સાથે જ દેશના ખૂણે ખૂણે ‘રામોત્સવ’ ના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દેશવાસીઓમાં રહેલી પ્રભુ પ્રત્યેની અદમ્ય ચાહના, શ્રદ્ધા અને ભક્તિનું તાદશ્યરૂપ વિશ્વ આખુ નિહાળી ગદગદ થઈ ઉઠ્યું છે. ત્યારે દંડકારણ્યની ભૂમિ ઍવા ડાંગ જિલ્લાના નંદઘરો માં પણ પ્રભુ શ્રી રામ લલ્લાના વધામણા કરાયા હતા. દેશના આ ઐતિહાસિક ઁરામ મહોત્સવઁ માં ભાગ લેતા દેશ અને દુનિયાભરમાં શ્રી રામના જયઘોષ સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જેમાં સહભાગી થતા ડાંગ પ્રદેશના તમામ નંદઘર ઍવા આંગણવાડી કેન્દ્રોમાં, નાના નાના ભૂલકાઓઍ, તેમના ‘બાળ સખા’ ઍવા પ્રભુ શ્રીરામના ‘રાઘવ’ રૂપને, ભાવસભર વાતાવરણમાં વધાવી, ‘રામોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરી હતી. પ્રા વિગતો અનુસાર જિલ્લાની આહવા, સાવરદા, શામગહાન, નવાગામ (સાપુતારા) માં નાના નાના ભૂલકાઓઍ પ્રભુ શ્રીરામ, ભ્રાતા લક્ષ્મણ, અને માતા સીતાજી સહિત ક્યાંક માતા શબરીની વેશભૂષા સાથે, ખૂબ જ હર્ષોલ્લાસ સાથે, કાર્યક્રમની ઉજવણી કરી, પ્રભુ આગમનની ઐતિહાસિક ઘડીમાં પોતાનું યોગદાન અંકિત કરાવ્યું હતું.