Vishesh News »

ધરમપુરના સાવરમાળમાં પાલખી સાથે શોભાયાત્રા નિકળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર તા. ૨૩ ઃ આયોધ્યા માં ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધરમપુર ના સવાર માળ ખાતે આવેલા આમરુન ફળિયામાં પણ ભવ્ય શોભયાત્રા નીકળી હતી અને ભગવાન રામની પાલખી સાથે આ શોભાયાત્રા ગામના વિવિધ ફળિયામાં ફરી હતી. જેમાં ઉત્સાહ ભેર મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. આ શોભયાત્રા આમરુંન ફળિયામાં આવેલા પૌરાણિક હનુમાન દાદા ના મંદિરે પૂર્ણ થઈ હતી. જ્યાં આરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સને ૧૯૯૨ માં જ્યારે આયોધ્યા ખાતે કારસેવા માં ધરમપુર ના ૩૯ જેટલા કાર સેવકો ગયા હતા. ઍ પૈકી ધરમપુરના સાવરમાળ ગામના પણ ઍક કાર સેવક ધનજીભાઈ સોમાભાઈ પવાર પણ તેમની ૨૦ વર્ષની ઉંમરે આયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પોતાના સંસ્મરણો તાજા કર્યા હતાં.