Vishesh News »

દમણમાં બીચ ગેમ્સના ગોલ્ડ મેડલીસ્ટોનું સન્માન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૩ ઃ દમણ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ સત્યેન્દ્ર કુમારે બીચ ગેમ્સ દીવ ૨૦૨૪ના ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓનું રોકડ ઈનામથી સન્માન કર્યું હતું. દમણ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા આજે સોમનાથમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાં પ્રથમ વખત દાદરા અને નગર હવેલી અને દમણ દીવ. રાષ્ટ્રીય સરકાર દ્વારા દીવમાં બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ચેમ્પિયનશીપમાં ભારતભર માંથી ૧૨૦૦ થી વધુ ખેલાડીઓઍ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં પ્રસન્ના બેન્દ્રે અને જસમીતસિંહે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ સિદ્ધિ બદલ આજે સત્યન્દર કુમાર અને દમણ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના અન્ય સભ્યોઍ બંને ખેલાડીઓનું સન્માન કર્યું હતું અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.