Vishesh News »

સેલવાસમાં દાનહ બેઠક પર ભાજપના શ્રીમતી કલાબેન ડેલકરે સમર્થકો સાથે ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોîધાવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૬ ઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક પર લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્ના છે ત્યારે દાનહ બેઠક માટે ભાજપ ઉમેદવારે આજે ફોર્મ ભર્યું હતું. ઍ જ રીતે દમણમાં આજે ઉમેશ પટેલે ઉમેદવારી નોîધાવી હતી. સેલવાસથી પ્રા વિગત પ્રમાણે ભાજપના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરને ટિકિટ મળી હતી. આજે શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના હોદેદારો, તેમના સમર્થકો, ભાજપના કાર્યકર્તા સાથે ઉમેદવારીપત્રક ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફીસ પહોંચ્યા હતા. ત્યાં તેમને ચૂંટણી અધિકારી પ્રિયંક કિશોરને નામાંકન ફોર્મ જમા કરાવ્યું હતું. શ્રીમતી કલાબેન ડેલકર સાથે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સેલવાસ નગર પાલિકા પૂર્વ પ્રમુખ રાકેશ ચૌહાણે પણ શ્રીમતી કલાબેનને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે લોકોના સમર્થનને જોઈને પૂર્ણેશ મોદીઍ શ્રીમતી કલાબેનને માસ લીડર ગણાવી આગામી ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવી હતી અને આજની આ વિજય વિશ્વાસ રેલીને વિજય રેલી જ તરીકે ગણાવી હતી. જયારે ભાજપાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે દાનહની જનતા તેમની સાથે છે અને તેમનો વિજય થશે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં પ્રદેશ વિકાસ કરશે. જયારે અભિનવ ડેલકરે પોતાનો પ્રતિભાવ આપતા આજની શ્રીમતી કલાબેન ડેલકરની ઉમેદવારી માટે સમર્થનમાં આવેલા વિશાળ સંખ્યામાં સમર્થકોનો આભાર માન્યો હતો. અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. શ્રીમતી કલાબેન ડેલકરની ઉમેદવારીથી દાનહમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે વિશેષ પરિમાણ ઉમેરાયું છે.