Vishesh News »

દમણમાં ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૬ ઃ લોકસભા માટે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. મોટી દમણ ફિશ માર્કેટ પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કાર્યકરોને સંબોધિત કર્યા. ત્યાંથી પગપાળા રેલી કાઢવામાં આવી હતી જેનું સમાપન ભીતવાડી ખાતે થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ મિશ્રાને લોકસભા માટે ઉમેદવારી કરવામાં આવ્યા હતા. ઉમેશ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, મારા માટે આ ચૂંટણી નથી, આંદોલન છે. આપણે દમણ દીવમાંથી સરમુખત્યારશાહી હટાવી લોકશાહીની સ્થાપના કરવી પડશે. લોકોના અધિકારોનું હનન થઈ રહ્નાં છે. તેમને અધિકારો આપવા પડશે બેરોજગારીની સમસ્યા દૂર કરવી પડશે. મકાનો અને ઇમારતો તૂટી રહી છે, તેને અટકાવવી પડશે.