Vishesh News »

વલસાડમાં ‘ઍક જ ચાલે...’ ના નારા સાથે રેલી કાઢી કોîગ્રેસના અનંત પટેલની ઉમેદવારી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ-ડાંગ બેઠકની ચૂંટણીમાં આજરોજ વાસદાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વલસાડના સ્ટેડિયમ રોડ પર જાહેર સભા કર્યા બાદ શહેરના સ્ટેડિયમ રોડ, આવાબાઈ રોડ, કલ્યાણ બાદ સર્કલ, ધરમપુર રોડ ડીઍસપી કચેરી થઈ જલારામ બાપા મંદિર સુધી વાજતે ગાજતે ‘જય ભવાની, ભાજપ જવાની’ ‘ઍક જ ચાલે, અનંતભાઈ ચાલે’ જેવા નારા સાથે કોંગ્રેસના ઉમેદવારની રેલીને જલારામ બાપા મંદિર પાસે અટકાવ્યા બાદ ઉમેદવાર સહિત પાંચ લોકોને કલેકટર કચેરીમાં મોકલવામાં આવ્યા બાદ વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાનું ચૂંટણી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. જોકે ડમી ઉમેદવાર તરીકે રમેશભાઈ પાડવીઍ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસની રેલી નીકળવાની હોવાથી વલસાડ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની લોકસભાની ચૂંટણી આગામી ૭ મે ના રોજ યોજનાર છે. લોકસભાની વલસાડ-ડાંગ બેઠક પર ગઈકાલે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આજરોજ વલસાડ-ડાંગ બેઠક પર વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ ઉમેદવારી પત્ર ભરવા અગાઉ વલસાડના સ્ટેડિયમ રોડ પર કોંગ્રેસ કાર્યાલય પાસે કોંગ્રેસની જાહેરસભા રાખવામાં આવી હતી. આ જાહેર સભામાં વલસાડ આહવા-ડાંગ, વાસદા, ધરમપુર, કપરાડા, નાનાપોંઢા સહિત અન્ય વિસ્તારના આદિવાસીઓ કોંગ્રેસીઓૅ ‘જય ભવાની, ભાજપ જવાની’ ‘ઍક જ ચાલે, અનંતભાઈ ચાલે’ના નારા સાથે શહેરના સ્ટેડિયમ રોડ, આવાબાઈ રોડ, કલ્યાણ બાદ સર્કલ, ધરમપુર રોડ, ડીઍસપી કચેરી થઈ જલારામ બાપા મંદિર સુધી રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોંગ્રેસની જાહેર સભામાં વલસાડ-ડાંગ જિલ્લાના માજી સાંસદ કિશનભાઇ પટેલ, કોંગ્રેસના આગેવાનોઍ ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને તેમના સમર્થકો ખભે બેસાડી સ્ટેજ ઉપર લઈ આવ્યા હતા. કોંગ્રેસનાની રેલીમાં સભ્ય ગૌરવભાઈ પંડ્યા, માજી સાંસદ કિશનભાઇ પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પાલિકા માજી સભ્ય ગીરીશભાઈ દેસાઈ, વલસાડ પાલિકા માજી પ્રમુખ રાજુભાઈ મરચાં સહિત અનેક કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસની નીકળેલી રેલીને પોલીસે જલારામબાપા મંદિર પાસે અટકાવી દઈ ઉમેદવારો સાથે પાંચ વ્યક્તિઓને કલેકટર કચેરીઍ જવા દેવાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જ્યારે ડમી ઉમેદવાર તરીકે રમેશભાઇ પાડવી ઍ ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસની રેલી નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત શહેરના વિવિધ માર્ગો પર ગોઠવી દેવામાં આવ્યો હતો.