Vishesh News »

વાપીમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬ ઃ વાપી પંથકમાં આજે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારતા જોવા મળ્યા અને લોકોને ગરમી ને કારણે આરોગ્ય બગડતા તાત્કાલિક હોસ્પિટલ અને દવાખાના જવાની નોબત ઊભી થવા પામી હતી. -ા વિગત મુજબ વાપીમાં છેલ્લા કેટલાક સમયથી તાપમાનનો પારો સતત વધી રહ્ના છે અને આજે આ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થતાં જ સમગ્ર વાપી પંથકમાં હીટ વેવ કાળજાળ ગરમી થી લોકો ને શરીરના તાપમાનમાં વધારો થવો જેને કારણે ગભરામણ થવી ઉલટી ઉબકા થવા પરસેવો થતો બંધ થયો થવો અને કેટલાક કિસ્સામાં રસ્તે ચાલતા તથા ગરમીને રાહદારી તેમજ લોકો બેભાન થઈ જવાના બનાવો બનવા પામ્યા હતા જેને કારણે બપોરના સમયે વાપી પંથકના રસ્તા ઉપર અવરજવર બંધ થતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા તો વાપી પંથકમાં રાહદારીઓ તેમજ બહારગામ થી આવતા લોકો માટે મૂકવામાં આવેલા ઠંડા પાણીના પરબો ઉપર લોકો ગરમીથી બચવા માટે ઠંડુ પાણીનું સેવન કરતાં તેમજ લીંબુ શરબત અને ઠંડા પીણા ની દુકાન ઉપર ભારે ભીડ પણ જોવા મળી હતી.