Vishesh News »

અટગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ પર રાતોરાત ટ્રેકટર ફેરવી દીધુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના અટગામગામના ભરા ફળિયામાં આવેલા મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન લોકસભાના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્યના હસ્તે થાય તે પહેલા જ ગામના કેટલાક અસામાજિક તત્વોઍ મેદાનની પીચ ઉપર રાતોરાત ટ્રેક્ટર ફેરવી દેવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવું કૃત્ય કરનારા સામે કોંગ્રેસના કેટલાક આગેવાનો દ્વારા વલસાડ જિલ્લા પોલીસવડાને રૂબરૂ મળી ગામના આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ચૂંટણી આવતાની સાથે જ પોતાનો ભાઈ પણ શત્રુ બનતા વાર લાગતી નથી. ચૂંટણીના સમયે જ ગામમાં કેટલાક નારાજ થયેલા ઇસમો ચૂંટણીના સમયે પોતાનો બદલો લેતા હોય છે. જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં તેના દુશ્મન સામે બદલો લેતા હોય છે. હાલમાં જ લોકસભાની ચૂંટણી આગામી ૭ મે ના રોજ યોજનાર છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસા કરતી થવાની છે. ત્યારે વલસાડ તાલુકાના અટગામ ગામના ભરા ફળિયામાં આવેલા મેદાનમાં ક્રિકેટ મેચ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના કેટલાક યુવાનો દ્વારા રાત દિવસ મહેનત કરી મેદાનમાં પીચ બનાવી હતી અને આ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને લોકસભાની વલસાડ ડાંગ બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલના હસ્તે થાય તે પહેલા જ ગામના કેટલાક અસામાજિક તત્વો મેદાન અને પીચ ઉપર રાતોરાત ટ્રેક્ટર ફેરવી પીચ ખોદી નાખવામાં આવી હતી. પીચ ખોદી નાખવાની ઘટના બનતા ગામમાં ચર્ચાના વિષય બન્યો છે. આવું કૃત્ય કરનારા સામે કોંગ્રેસના કેટલાક આગેવાનો દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી ગામના આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.