Vishesh News »

આજે રામનવમીઍ વલસાડમાં શોભાયાત્રા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ આજરોજ રામનવમી નિમિત્તે વલસાડ હિન્દુ સંગઠન દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ભગવાનની રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. આજરોજ રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામ મંદિરોને શણગારવામાં આવી રહ્ના છે. સાથો સાથ જિલ્લાની અંદર ભવ્ય શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ૧૭ ઍપ્રિલના રોજ વલસાડના શહેરો પર સમસ્ત હિંદુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળશે. જેના ભાગરૂપે વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ પર બેનરો તેમજ ભગવા રંગની ધજાઓ લગાવવામાં આવી રહી છે અને શહેરને સુશોભિત કરવામાં આવી રહ્ના છે. ત્યારે આ વર્ષે વલસાડમાં સમસ્ત હિંદુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે, હિન્દુ અગ્રણી બકુલ રાજગોરે જણાવ્યું આ વર્ષે રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રામાં હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાશે તેમજ ભગવાન શ્રીરામના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે. રામનવમી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોના માર્ગો પર શોભાયાત્રા નીકળશે. ભગવાન શ્રીરામની શોભાયાત્રા માટે શ્રીરામ જન્મોત્સવ સમિતિ, શ્રી બજરંગ યુવક મંડળ, અગ્નિ વીર ગૌસેવા દળ, આંતરરાષ્ટ્રીય બજરંગ દળ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી રહી છે.