Vishesh News »

વાપીમાં મોટાપાયે મહાપ્રસાદનું વિતરણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) આજે સમગ્ર વાપી પંથક ધાર્મિક અને ભક્તિમયમાં ડૂબી ગયા હતાં ં અનેક સ્થળે લોકોઍ મંદિરો આગળ પ્રભાતફેરી, હવન, ભજન, લાઇટિંગ તેમજ રંગોળી, મહાપ્રસાદ અને આતાશબાજી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. વાપીના મહાત્મા ગાંધી માર્કેટ ખાતે લગભગ ૫૦૦૦થી વધુ પ્રભુ શ્રીરામ ભક્તોને મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યાં ૧૯૯૦ અને ૯૨માં કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરાયું હતું તો સાથે સાથે વાપી વાપી જીઆઇડીસી અંબા માતા મંદિર ખાતે લુહાણા સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ તથા ૫૦૦૦ થી વધુ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અનેક વાપીની સોસાયટીઓમાં તેમજ મંડળો દ્વારા પ્રભુ શ્રીરામની અયોધ્યામાં પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો કરાયા હતા.