Vishesh News »

નરોલી હાઈસ્કુલમાં ફાયર વિભાગનું મોકડ્રિલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૯ ઃ દાનહમાં પ્રશાસન દ્વારા વખતો વખત ફાયર સેફટીને ધ્યાનમાં લઈને પ્રદેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટી જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવે છે. આ સંદર્ભે નરોલી હાઈસ્કૂલ ખાતે ફાયર સેફટી જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ મોક ડ્રિલમાં નરોલી શાળાના શિક્ષકો, બાળકો અને સ્ટાફે ભાગ લીધો હતો. જેમાં મોકડ્રિલમાં વિવિધ ટીમો જેવી કે ફાયર ફાઈટર ટીમ, મીડિયા ટીમ, ફાયર અલાર્મ ટીમ, બચાવ ટીમ, રેસ્ક્યુ ટીમ બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવીરીતે કામગીરી કરવામાં આવે છે ઍની સમજ આપવામાં આવી હતી. આ મોક ડ્રિલમાં શાળાના સ્ટાફ, શિક્ષકો અને ફાયર વિભાગે ખૂબ સારી રીતે ભાગ લઈને મોક ડ્રિલને સફળ બનાવી હતી.