વાપી મનપામાં પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામાં રૂ. ૪.૦૪ કરોડનો વેરો ભરાયો
- byDamanganga Times
- 10 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારના મિલકતધારકો જુન માસની પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજના પ્રથમ સાહમાં ૧૦ હજાર જેટલા મિલકત ધારકોઍ રૂ.૪.૦૪ કરોડનો વેરો ભર્યો છે. વાપી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૧૧ ગામ સહીત તમામ મિલકત ધારકોના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને ગત વર્ષ કરતા ઓનલાઈન વેરો ભરવામાં ૧ ટકા વળતર વધુ હોવાથી પ્રથમ દિવસે રૂ.૮૭.૬૬ લાખનો વેરો જમા થયો હતો. વાપી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે જૂન માસમાં પ્રોપર્ટી ટેક્ષમાં ૫ ટકા રિબેટ અને વેબસાઈટથી ઓનલાઈન ભરવાથી વધુ ૧ ટકા મળી શિક્ષણ ઉપકર સિવાયની રકમ પર કુલ ૬ ટકા રીબેટની યોજના અમલમાં હોવાથી ઍક સાહમાં ૯૯૪૪ મિલકત ધારકોઍ રૂ.૪.૦૪ કરોડનો વેરો જમા કરાવી રૂ.૧૯.૫૯ લાખનું રિબેટ મેળવ્યું હતું. પ્રથમ સાહમાં ૪૮ ટકા મિલકત ધારકોઍ વેબસાઈટથી ઓનલાઈન વેરો ભર્યો હતો. જુલાઈ માસથી માત્ર વેબસાઈટથી ઓનલાઈન વેરો ભરનારને ૧ ટકા રિબેટ આપવામાં આવશે. જુન માસમાં વેબસાઈટથી ઘર બેઠા ઓનલાઈન વેરો ભરવાથી કુલ ૬ ટકા સુધીનો લાભ મળતો હોવાથી લાભ લેવા ઘરવેરા વિભાગની યાદીમાં જણાવાયું છે.
