Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર તા.પં.માં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિત વિવિધ હોદ્દેદારોની વરણી

ધરમપુર તા.પં.માં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિત વિવિધ હોદ્દેદારોની વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૯ ઃ આસુરાવાવ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને વિવિધ જવાબદારીઓ અને હોદ્દાઓ સોંપવામાં આવ્યા હતા.

  બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે રાજેશભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે દેવું  મોકાસી, ઉપનેતા તરીકે રસિકભાઈ રમણ દેસાઈ તેમજ દંડક તરીકે શીતલ ઍન. ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

 જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે હોદ્દેદારોને અભિનંદન પાઠવી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા તેમજ લોકોના પ્રશ્નોને પંચાયત સ્તરે અસરકારક રીતે રજૂ કરવા માટે કાર્ય કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલ, તાલુકા મહામંત્રી મુફિદ પઠાણ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠકમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.